મારો જવાબ

સરળ અને સમજદાર સમાજ તરફ એક કદમ

માસ કોમ્યુનીકેશન

કેમ છો દોસ્તો?

આશા છે મજામાં જ હશો.

થોડાક દિવસથી બસ વિચારી જ રહ્યો હતો કે શું લખું. લખવા માટે તો ઘણું બધું હોય છે પણ આ તો શરૂઆત કરવાની. એટલે થોડી રાહ જોઈ યોગ્ય સમયની. બસ અને આવી ગ્યો એ સમય. મારા ફેસબુકના મેઈલ બોક્ષ ઉપર લાલ ટીલી દેખાણી અને ખુશ. આમેય જ્યાં સુધી સામા પક્ષનું નામ તો જાહેર કરવાનુંજ નથી એટલે વિષય જોઈ પણ હાશ થઈ.

તમને થતું હશે કે આ શું બબડાટ માંડ્યો છે “શાશ્વતે” પણ દોસ્તો જ્યારે વાત જીવનની હોય, વાત જ્યારે કારકિર્દીની હોય, વાત જ્યારે અભ્યાસની હોય ત્યારે શાશ્વતની હાલત ગુલાલ જેવી લાલ થઈ જાય છે. ઉપરના ચીત્રની જેમ દરેક વ્યક્તિ આ બધાની પાછળ દોડતો જ રહે છે એના જીવનની કુમાર, કિશોર, યુવાન, આધેડ, પ્રૌઢ અનેવૃધ્ધ અવસ્થા દરમ્યાન.

ચાલો, વિષય પર આવીએ.

વડોદરાના એક મિત્રએ – કદાચ એ વિદ્યાર્થી છે – બહુ સીધો સાદો સવાલ પુછી લીધો.

“શું તમે મને ઈન્ડીઆની બેસ્ટ {ટોપ ટેન} માસ કોમ્યુનીકેશનની કોલેજનું લીસ્ટ આપી શકો?”

સામાન્ય રીતે દરેક મુંઝવતા સવાલોના જવાબો માટે ઈંટરનેટ વાપરતા મોટાભાગના લોકોને આદત પડી ગઈ છે અમુકજ વેબસાઈટો પર જઈને શોધવાની. અને એમાંય વીકીપેડીયા જેવી વેબસાઈટો ના તો એવા ગુલામ બન્યા છે કે પોતાના ગામને સર્ચ કરે અને ત્યાં વાંચે કે “વસ્તીઃ અભણ અને નિરક્ષર” અને બોલી પડે “વાહ…! જોને, કેટલું સાચુ લખ્યું છે બોસ…!!! સાલ્લું માની ગ્યા બોસ આ વીકીપેડીયાવાળાને…” પણ ભડનો દીકરો એ જાતે નો વિચારે કે જો એ અભણ અને નિરક્ષર વસ્તીમાંથી આવતો હોત તો વીકીપેડીયા વાંચતે કઈ રીતે?? પેલો થપ્પડ મારતો જાય છે ને આ આંયે એના હાથની સુંવાળપ ઘસે છે.

વિષય અજબ છે પણ લખવાનો વિચાર નથી, કારણ કે એના વિશે પહેલાંજ ખુબજ સામાન્ય ગુજરાતી ભાષામાં લેખ આવી ચુક્યો છે. વળી વળીને એજ શબ્દોને ચોળી ચોળી નવા વાઘા પહેરાવવા એના કરતાં એજ કમખામાં શોભવા દેવા વધુ સારાં. {થોડા ફેરફાર કરવાજ પડ્યા છે, મુળ શબ્દો એમજ છે.}

લીંક પર જઈને વાંચવા અહીં ક્લીક કરો….

જે તરૂણો એવી ઊંચી ટકાવારી ૧૦મીમાં કે ૧૨મીમાં નથી લાવ્યા એમના માટે એક કોર્સ ‘માસ કોમ્યુનિકેશન’નો છે.

બેચલર ઓફ જર્નાલિઝમ ઉપરાંત આ વિષયનાં સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સ પણ છે જેમાં એક્ટીંગ, ફિલ્મ ડિરેકશન, સિનેમેટોગ્રાફી, ઓડિયોગ્રાફી, સાઉન્ડ રેકોર્ડંિગ, એડીટીંગ, ડ્રામેટિક્સ આર્ટસ, એનીમેશન, સ્ક્રીનપ્લે લેખન, ટી.વી. ફોટોગ્રાફી, વગેરે ઉપરાંત મીડીયાને લગતા વિષયોનો સમાવેશ થાય છે.

ભારતમાં ‘માસ કોમ્યુનીકેશન’ની જે કોલેજો છે એમાં ટોચની ૧૦માં પણ ટોચની અમદાવાદની ‘મુદ્રા ઇન્સ્ટીટ્યુટ ઓફ કોમ્યુનિકેશન’’ પહેલા નંબરે છે.

એ પછી ક્રમવાર… (૨) એશિયન કોલેજ ઓફ જર્નાલિઝમ, મદ્રાસ (ચેન્નાઇ) (૨) એ.જે.કીડવાઇ માસ કોમ્યુનિકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, ન્યુ દિલ્લી, (૩) જામીયા મીલીઆ ઇસ્લામીઆ, (૪) આઈ.આઈ.એમ. સી. ન્યુદિલ્લી (૫) ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડીયા, પૂણે (૬) સત્યજીત રે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટીટ્યુટ, કોલકાતા (૭) ઝેવિયર ઇન્સ્ટીટ્યુટ ઓફ કોમ્યુનિકેશન, મુંબઇ (૮) સિમ્બીયોસીસ ઇન્સ્ટીટ્યુટ ઓફ માસ કોમ્યુનિકેશન પૂણે, (૯) સોફિયા એસ.બી.કે.એસ. પોલિટેકનીક મુંબઇ અને (૧૦) ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ જર્નાલિઝમ એન્ડ ન્યુમીડિયા, બેંગ્લોર છે.

તો , હવે એમના વિશે પુરી માહીતી…

01. Mudra Institute of Communications, Ahmedabad
Shela, Ahmedabad (380058)
Phone No – 2717-237946-51
E-mail: admissions@mica.ac.in
Courses Offered: Executive Diploma Programme in Media Management.
Certificate Programme in Managing Integrated Media, Retail Communications, Crafting Creative Comm and Visual Merchandising. Post Graduate Programme in Communications Management and Entrepreneurship (PGP CME)

02.Asian College of Journalism, Chennai
Kasturi Centre, 124, Wallajah Road, Chennai – 600002
Phone No – 91-44-28418254/55, 28526227/49
Email: asian_media@vsnl.com
Courses Offered: The Masters Degree course includes Reporting, Writing, and Editing, Modern Issues in Journalism, History of the Media, Law of Media.

03.AJ Kidwai Mass Comm Research Centre, Jamia, New Delhi
Jamia Millia Islamia, Jamia Nagar, New Delhi
Phone No – +91(11)26981717
Courses Offered: Ph.D and M.A. in Mass Communication. Post Graduate Diploma in Development Communication, Journalism and Broadcast System Maintenance.

04.IIMC, New Delhi
JNU new campus, Aruna Asif Ali Marg, New Delhi
Phone No – 91-011-26109268/60940/60
Email: pbapaiah@yahoo.com
Courses Offered: Post-graduate Diploma in Journalism (English and Hindi), Radio & Television Journalism and Advertising & Public Relations.

05.Film and Television Institute of India, Pune
Law College Road, Pune
Phone No – 91 – 020- 25431817 / 25433016 / 25430017
Email: tutorial_sec@ftiindia.com
Courses Offered: Direction, Acting, Cinematography, Art Direction and Production Design, Audiography, Animation and Computer Graphics, Editing, Feature Film Screenplay Writing.

06.Satyajit Ray Film & Television Institute,
E.M. By-Pass Road,
P.O.:  Panchasayar,
KolKata   (INDIA)
PIN:   700094
You can ring us at: (033)2432 -8355 /8356 /9300
You can mail us at: srfti@cal.vsnl.net.in

7.Xavier Institute of Communication, Mumbai
Mumbai, Maharashtra- 400 001
Phone No – (91-22) 262 1366/1639/2877
Website: http://www.xaviercomm.org
Courses Offered: Journalism & Mass Communication, Public Relations & Corporate Communications, Advertising & Marketing, Digital Animation and Television & Video Production.

8.Symbiosis Institute of Mass Communication, Pune
Senapati Bapat Road, Pune 411 004
Phone No – 020 – 25652303 / 25660972
Website: http://www.simc.edu
Courses Offered: MBA in Communication Management (Advertising, Public Relations. Masters in Mass Communication (Journalism and T.V and Radio Production)

9.Sophia Shree B.K. Somani Polytechnic

Bhulabhai Desai Road

Mumbai – 400 026 INDIA

Telephone: 022- 2351 3157, 2351 4147
Fax: 022- 2351 5596
10.Indian Institute of Journalism and New Media, Bangalore
HRBR Layout 3rd Block, Kalyananagar Post Bangalore 560 043
Pone No – 91-80-28437907 / 7903
E-mail: admin@iijnm.org
Courses Offered: The Post-graduate programmes offer courses on Reporting and Writing for Radio and Television, Ethical and Legal Issues in Journalism, Advanced Media Concentration and Business and Financial Reporting.

આશા છે માહીતી ઉપયોગી થશે.

સાભાર,

શાશ્વ

Advertisements

સત્ય

દોસ્તો,

પહેલી પોસ્ટ, શું લખું એવો ભાવ તો ઝબક્યો જ મનમાં પણ જ્યારે ગાંઠ વાળી જ લીધી છે તો પીછેહઠ શા માટે? કોમળ હ્રદયના માલીક તો જન્મ લીધો એ દિવસથી જ છીએ પણ ક્યારેક સંજોગો ઉભા થાય ત્યારે આકરા પણ થવું પડે ને [આ એક પ્રશ્ન,સલાહ અને જરૂરત પણ છે.].

મારા મતે કોઈપણ સમસ્યા, પ્રશ્ન કે મજબુરી પાછળ ક્યાંકને ક્યાંક સત્યનો હાથ હોય છે. ચોક્કસપણે કાંતો સત્યને છુપાવવામાં આવ્યું હોય, ક્યાં સત્ય સાથે ચેડાં કરવામાં આવ્યાં હોય કાંતો સીધે સીધું સત્ય સામે હોવા છતાં બાંયો ચડાવાતી હોય.

શું દરેક વ્યક્તિ સત્ય-વાસ્તવિકતા- ના સ્વીકારી શકે?

ફરજીયાતપણે કુદરતનો કાનુન તો એને ક્યારેય આવું કરવા દઈના શકે પણ એ સત્યનેય વેગળું રાખીને જવાબ “ના” હોય તો……..!!!

શા માટે?

કયા સંજોગોમાં?

કયા સંબંધોમાં?

કેવી રીતે?

કયા પ્રકારે?

ક્યાં સુધી?

આવા અગણ્ય સવાલો ઉભા થઈ શકે છે અને એના જવાબો પણ શોધવા પડે છે.

ચાલો શરૂઆત તો કરી છે મોટા ઉપાડે પણ સહકાર કેવો મળે છે એના ઉપર છે.

“શાશ્વત”