મારો જવાબ

સરળ અને સમજદાર સમાજ તરફ એક કદમ

સત્ય

દોસ્તો,

પહેલી પોસ્ટ, શું લખું એવો ભાવ તો ઝબક્યો જ મનમાં પણ જ્યારે ગાંઠ વાળી જ લીધી છે તો પીછેહઠ શા માટે? કોમળ હ્રદયના માલીક તો જન્મ લીધો એ દિવસથી જ છીએ પણ ક્યારેક સંજોગો ઉભા થાય ત્યારે આકરા પણ થવું પડે ને [આ એક પ્રશ્ન,સલાહ અને જરૂરત પણ છે.].

મારા મતે કોઈપણ સમસ્યા, પ્રશ્ન કે મજબુરી પાછળ ક્યાંકને ક્યાંક સત્યનો હાથ હોય છે. ચોક્કસપણે કાંતો સત્યને છુપાવવામાં આવ્યું હોય, ક્યાં સત્ય સાથે ચેડાં કરવામાં આવ્યાં હોય કાંતો સીધે સીધું સત્ય સામે હોવા છતાં બાંયો ચડાવાતી હોય.

શું દરેક વ્યક્તિ સત્ય-વાસ્તવિકતા- ના સ્વીકારી શકે?

ફરજીયાતપણે કુદરતનો કાનુન તો એને ક્યારેય આવું કરવા દઈના શકે પણ એ સત્યનેય વેગળું રાખીને જવાબ “ના” હોય તો……..!!!

શા માટે?

કયા સંજોગોમાં?

કયા સંબંધોમાં?

કેવી રીતે?

કયા પ્રકારે?

ક્યાં સુધી?

આવા અગણ્ય સવાલો ઉભા થઈ શકે છે અને એના જવાબો પણ શોધવા પડે છે.

ચાલો શરૂઆત તો કરી છે મોટા ઉપાડે પણ સહકાર કેવો મળે છે એના ઉપર છે.

“શાશ્વત”


4 responses to “સત્ય

  1. મયુર ( ગુજરાતીગાઈડ ) December 30, 2010 at 3:13 pm

    અમારો સહકાર છે જ ” શાશ્વત ” તમતમારે વધો આગળ…

    • સંચાલક "મારો જવાબ" December 30, 2010 at 7:45 pm

      આભાર મયુરભાઈ,

      બસ રાહ જોવું છું એવા દોસ્તોની જે પોતાને તકલીફમાં સમજે છે. ત્યાં સુધી મારી જાણમાં આવેલા કિસ્સાઓ અને એના નિરાકરણો જણાવવાનો પ્રયાસ કરીશ.

  2. hiren March 25, 2011 at 7:56 pm

    i want to do IPS or IAS i confused which i select?

Leave a comment